... " યાદ વરસે "
બહાર વરસાદ મુશળધાર વરસે;
ભીતરમાં યાદ અનરાધાર વરસે;
મહેક માટીની પ્રસરી ગઈ ચોમેર,
ધરતી પર હેતાળ શણગાર વરસે;
ભીનું તન, નીતરતી લટ ને સ્મિત!
એક એક ખ્યાલ લગાતાર વરસે;
વાદળ ગરજે ને વીજળી ચળકે,
મોરલાનો અહ્લાદ ટહુકાર વરસે;
કર્યું વર્ણન "વ્યોમ" જ્યાં ગઝલમાં,
ત્યાં મહેફિલમાં દાદ ધોધમાર વરસે;
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર