" ઝાંખો ઝાંખોય દીપી ગયો છું "
દર્દ જમાનાનાં બધાં, હું ઘૂંટીને પી ગયો છું;
લાગે છે એટલે હજી સુધી જીવી ગયો છું;
ઝેરનું મારણ તો છે ઝેર, એ લોક વાયકાને!
આ રીતે પણ, હું પ્રમાણિત કરી ગયો છું;
ખરી ગયાં અરમાનોનાં પુષ્પો વંટોળિયામાં,
ઉપવનની સાથે સાથે ખુદને પીંખી ગયો છું;
ખુશીથી ક્યાં મારે લાગે વળગે છે હવે કંઈ?
ભૂતકાળનો એક પરપોટો બની ફૂટી ગયો છું;
છવાયો છે "વ્યોમ", અંધકાર હૃદય ઉપર!
એક આશ લૈ ઝાંખો ઝાંખોય દીપી ગયો છું;
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર