મળે તેને મબલખ માનીને જીવવું.
ફળે તેને કિસ્મત માનીને જીવવું.
અજવાળું પાથરીએ ડગલે પગલે,
ભળે તેને આપણું માનીને જીવવું.
હોય આફત અણગમતી સંજોગે,
ટળે તેને હરિકૃપા માનીને જીવવું.
દુઃખની વાત જ્યાંત્યાં ન કરવાની,
સાંભળે તેને સ્વજન માનીને જીવવું.
ઘરનાંને તે વળી મુસીબત શું કહેવી?
કળે મૂંઝવણ તેને ' મારા ' માનીને જીવવું.
આવી જાય એકાદ ક્ષણ સુખની કદી,
પળેપળ વધાવી સહજ માનીને જીવવું.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.