🙏🏻 21 જૂન , વિશ્વ યોગ દિવસ 🙏🏻
રોજ પલાંઠી વાળી ને જમવું એ યોગ છે .
દેશી બેઠક ના ટોઇલેટ માં બેસવું એ યોગ છે .
ઘર માં ઝાડું પોતા મારવા એ પણ યોગ છે .
રોજ જેટલી ઉંમર થઇ હોય એટલી મિનીટ ચાલવું એ પણ યોગ છે .
જુવાન હોવ તો રોજ દસ કે પંદર મિનીટ દોડવું એ યોગ છે .
ભૂખ લાગે ત્યારે જ ખાવું એ પણ યોગ છે .
ગામ નું લેવા દેવા વગર લોહી ના પીવું એ પણ યોગ છે .
બે માળ ચડવા લીફ્ટ નો ઉપયોગ ના કરવો એ પણ યોગ છે .
યોગ શરીર કરતા મન ની કસરત વધારે છે . ચિત્ત સ્થિર કરવા માટે યોગ સિવાય કોઈ બીજો શ્રેષ્ઠ ઉપાય નથી .
રોજ ઘરે કે મંદિર માં પદ્માસન માં બેસી કરાતી પ્રાર્થના એ પણ યોગ છે .
સત્ય બોલવું એ પણ યોગ છે .
એના માટે કોઈ સ્થાન,સ્થળ કે સમય ની આવશ્યકતા નથી.
દિવસ માં ગમે ત્યારે એના માટે સમય કાઢી શકો છો.
સાદી અને સરળ યોગની વ્યાખ્યા ,
પ્રેમ , શાંતિ અને ખુશીનો શ્વાસ અંદર . નફરત, ગુસ્સો અને ઇર્ષાનો શ્વાસ બહાર .
🙏🏻યોગ દિવસ નિમિત્તે શુભકામના 🙏🏻