જખમ એ જ આપે છે, ને એ જ મરહમ લગાવે છે,
જે બચાવે છે મઝધારે, કિનારે એ જ મને ડૂબાવે છે.
આ દેહ પરના ડાઘ કાયમ રહી ગયા છે મારા દોસ્ત,
જે ખેંચે છે નીચે અને મને એ જ તો ફરી ઉઠાવે છે.
તોડી નાખ્યા જેમને અરમાન અને સપનાઓ મારા,
એ જ શખ્સ છે જે ફરી હૃદયને હૃદય જે બનાવે છે.
વિશ્રામ ના શબ્દો હવે આ જીવનમાં રહ્યા નથી મારે,
ને મંજિલ તરફની સફરમાં ખુદને ખુદ જ હંફાવે છે.
જીવતા તો એક પ્યાલો પણ ન આપી શક્યા પાણી,
ને મારા મરણ પછી લોકો પિતૃકર્મ કેમ નિભાવે છે?
ગરીબ દીકરાની ઝુંપડીના મા-બાપ પૂરું કરે છે જીવન,
એક અમિર દીકરાની ગરીબાઈ ઘરડાઘર બનાવે છે.
મનોજ તમામ બાબત એક હદ સુધી જ સારી હોય,
વધી જાય જો લાગણી તમારી તો દિલના દર્દ ફાવે છે.
મનોજ સંતોકી માનસ