" સપનામાં તું જ આવે છે "
આંખો બંધ કરૂં તો સપનામાં તું જ આવે છે;
ગઝલ કહું કોઈ તો કલ્પનામાં તું જ આવે છે;
સાદ કરૂં જ્યારે જ્યારે પણ, હું મારા નામનો,!
સામેથી પડઘાતા હર પડઘામાં તું જ આવે છે;
શ્વાસ બનીને એમ સમાઇ ગયાં છો ધબકારમાં,
કે ધબકતા હૃદયના હર રણકામાં તું જ આવે છે;
સ્પંદનો સાચવી રાખ્યા છે અમે તમારા સ્પર્શના,
ખોલું જો મૂઠી હાથની, ટેરવામાં તું જ આવે છે;
"વ્યોમ" પણ ભીંજવી ગયું આજ એવી રીતે કે,
દિલથી ફૂટતા યાદોના ફણગામાં તું જ આવે છે;
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર