🙏🏻🙏🏻 શ્રી ગુણવંત શાહે એક વાર કહેલું .

લોન ઉપર લીધેલી ખુશીઓના હપ્તા ગણતી વખતે, કોઈ ખભા પર હાથ મૂકીને
"ભરાઈ જશે" એવું કહે ,
ત્યારે જિંદગી જીવવા જેવી લાગે છે .

ના પાડ્યા પછી પણ, પરાણે એક કોળીયો મોઢામાં મૂકી, કોઈ નજીકનો ખાસ મિત્ર " ખવાય જશે " એવું કહે ,
ત્યારે જિંદગી જીવવા જેવી લાગે છે .

જ્યારે વર્ષો જુનો મિત્ર ફોન કરીને કહે ,
"ચાલને યાર, એક વાર પાછા મળીએ’’
ત્યારે જિંદગી જીવવા જેવી લાગે છે .

જ્યારે કોઈ સાંજે ઉદાસ હોઈએ, ને આરતી ટાણે મંદિર માં "એક પ્રાર્થના" સાંભળીએ ,
ત્યારે જિંદગી જીવવા જેવી લાગે છે .

બે ટંક અનાજ માટે ફૂટપાથ પર બેસીને,
"ફૂલો વેચતી કોઈ બીજાની જિંદગી " જોઈએ ,
ત્યારે જિંદગી જીવવા જેવી લાગે છે .

હોસ્પિટલના ખાટલા પર
"મૃત્યુ સામે "તલવારો ખેંચતી
કોઈ બીજાની જિંદગી જોઈએ ,
ત્યારે જિંદગી જીવવા જેવી લાગે છે .

આ કવિતા વાંચીને,
તમારા ચહેરા પર " સ્મિત "આવી જાય ત્યારે ,
મને મારી જિંદગી જીવવા જેવી લાગે છે .

ચાલ ને જીવી લઈએ જિંદગી …….,,,

કારણ …? ? ?

જિંદગી જીવવા જેવી જ છે .

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

Gujarati Good Evening by Ghanshyam Patel : 111877208

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now