Gujarati Quote in Blog by RajniKant H.Joshi

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

⭐અદ્ભૂત અનોખું...💖
ચહેરાની કોઈ ચોપડી હોતી નથી,
છતાં આ ફેસબુક કે વોટ્સ એપ છે.
પોસ્ટઓફિસ અહીં કોઈ હોતી નથી,
છતાં લોકોની પોસ્ટ છે.
રૂબરુ કોઈ અહીં કોઈને મળતા નથી,
તોયે સૌનું અહીં ગ્રુપ છે.
ભણવાની અહીં કોઈ નિશાળ નથી,
તોયે અહીં એડમીન છે.
કોઈનાં પણ અહીં એવાં મકાન નથી,
તોયે અહીં સૌની વૉલ છે.
કોઈ પશુ પંખી પણ અહીં હોતાં નથી,
તોયે સૌને પોતાની નેટ છે.
અહીં કોઈને વાઈનું દરદ હોતું નથી.
તોયે સૌને વાઈ ફાઈ છે.
કામકાજનું અહીં કોઈ કારણ જ નથી,
તોયે અહીં એકટીવીટી છે.
કોઈ પણ અહીં નોકરી તો કરતું નથી,
તોયે દરેકની પ્રોફાઈલ છે.
ગામનો અહીં કોઈ ચોરો હોતો નથી,
તોયે પણ અહીં ચેટ છે.
પોતાના મોઢાં અહીં કોઈ જોતા નથી,
તોયેપણ ઈમોજી અનેક છે.
એકમેકની અહીં કોઈ ઓળખાણ નથી,
તોયે લાઈક ડીસલાઈક અનેક છે.
ઝેરોક્ષની અહીં કોઈ એવી દુકાન નથી,
તોયે કોપી પેસ્ટ અનેક છે.

Gujarati Blog by RajniKant H.Joshi : 111877058
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now