Gujarati Quote in Motivational by Umakant

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

😊🍃😊 *આરોગ્ય ગંગા* 😊🍃😊

(૧) ઉનાળાનું પહેલું અમૃત ! ખારી, મીઠી છાશ ! ૪/૫ ગ્લાસ પીવો ત્યારે મનમાં થાય છે હાશ.

(૨) ઉનાળાનું બીજું અમૃત કાચી કેરીનો બાફલો, ૨/૪ ગ્લાસ પીવો તો ગરમીનો દૂર થાય કાફલો.

(૩) ઉનાળાનું ત્રીજું અમૃત ! લીલા નારિયેળ નું પાણી, જલ ક્ષય મટાડે ભલે જાત હોય બફાની.

(૪) ઉનાળાનું ચોથું અમૃત! તીખી રડાવતી ડુંગળી, ગમે તેટલી લુ લાગે, તેને જાય છે ગળી.

(૫) ઉનાળાનું પાંચમું અમૃત ! લીંબુ ખાટું ખાટું, શરબત બનાવી ને પિવો, તો લુ ને મારે પાટું.

(૬) ઉનાળાનું છઠ્ઠું અમૃત ! લીલું લીલું તરબૂચ ! તેના શરબત પીવાથી દૂર થાય, ઓછા પેશાબની ગૂંચ.

(૭) ઉનાળાનું સાતમું અમૃત ! ગુલાબનો ઠંડો ગુલકંદ!
દૂધમાં નાખી પીવો તો સ્વાદે છે મનપસંદ.

(૮) ઉનાળાનું આઠમું અમૃત ! કોકમનું શરબત ! હાઈપર એસિડિટી ઉપર આ શરબત ફેરવે મોટી કરવત.

(૯) ઉનાળાનું નવમું અમૃત ! મીઠો સુગંધી વાળો, પાણીમાં નાખી પીશો, તો નહિ નડે કાળો ઉનાળો.

(૧૦) ઉનાળા નું દસમું અમૃત, કેરી ડુંગળી નું કચુંબર, તડકા માંથી આવ્યા હો તો ગરમી કરે છુમંતર.

(૧૧) ઉનાળાનું અગિયારમું અમૃત!
કાચી કેરીનો મુરબ્બો, સખત તાપ ને લુ ને તે પાછળથી મારે ધબ્બો.

(૧૨) ઉનાળાનું બારમું અમૃત ! પાકી કેરીનો રસ, સૂંઠ ઘી નાખી પીશો તો રાજી થશે નસે નસ.

ઉનાળાના આ છે અમૃત બાર,
જે ઉનાળાના રોગો ને કરે છે ઠાર.

🥭🍋🍉🥥🍈🥒🍈🥥🍉🍋🥭
🙏. 🙏. 🙏

Gujarati Motivational by Umakant : 111877029
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now