ઊઠતાં કે સૂતા પહેલાં ઈશ્વરને હંમેશાં યાદ કરો.
મળ્યો છે દેહ માનવનો ફોગટ ના બરબાદ કરો.
કૃપા એની અઢળક કે તક આપી માનવદેહ દીધો,
કરી પૂજા નાનીશી ને ના મોટી તમે ફરિયાદ કરો.
જુઓ બેજુબાન પશુપંખી પછી કૃપા એની વિચારો,
નથી મળ્યાની યાદી લાંબી; ના એનો વિષાદ કરો.
શું ન કરી શકે કાળા માથાનો માનવી મહેનત કરીને,
ધર્મના નામે હોવાના મતમતાંતર ના એનો વિવાદ કરો.
આવશે એ સારથિ બનવાને; પાત્રતા તો કેળવો તમે,
શ્વાસેશ્વાસે કરી સ્મરણને અશ્રુધારે એને સાદ કરો.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.