આ સફરમાં કોઇ સારુ તો કોઇ ખરાબ મળે છે.
ને સરનામાં વગરના પત્રોના ય જવાબ મળે છે.
કૈં અમથું નથી કર્યુ અમે મયખાને જવાનું બંધ
એમની આંખોમાં હવે જામ-એ-શરાબ મળે છે.
સારા થવાનો અનુભવ સમજાવું દાખલા તરીકે,
એ રીતે જેમ કંટકોની વચોવચ ગુલાબ મળે છે.
કડવા જરુર લાગે છે સૌને સાચુ બોલનારાઓ,
પણ સમજો તો એના ફાયદા બેહિસાબ મળે છે.
વાંચવું કે નૈ એ તમારી ઈચ્છાની વાત છે દોસ્ત,
બાકી અમારી આંખોમાં ખુલ્લી કિતાબ મળે છે.
“અભિદેવ”