🫢
વિધવા
લીલી છમ ચુંન્ડી મારી ફાડીને ચિરી નાખી, જેના ઉપર હતા રંગ બે રંગી પુષ્પો અનેક
શણગારો મારા કાઢી નાખી, બોડી બામની જેવી કરી નાખી, કાપી નાખી બાહ મારી એકે એક
વેરણ છેરણ થઈ ગયું બધું, વિરાન કરી નાખ્યું જીવન હર્યું ભર્યું , સાંભળીયા નહીં મારા ચિત્કાર
હવે બચી છે કેવળ છબી પહેલાની, બનાવી હતી એને પ્રેમથી; હતો કોઈ મારો સાચો એ કલાકાર
આજે જ્યાં ઘિંચ વણ હતું, ત્યાં છે રેતીના રણ, ફળ, ફૂલ, પંખેરુંને પણ કરિયા માનવીએ બેઘર
એક નવોઢાને બનાવી દીધી માનવીઓએ મળીને, એક રસ હિન વિધવા, મારી ખંજર
Deforested land looks barren like a widow, sans colour n jewellery.
Armin Dutia Motashaw