મુજ વૈભવ...
ના પૈસા,ના દોલત,
ના બંગલા, ના ગાડી,
સદાય હસતા બંધુ(મિત્ર)
*એજ મુજ વૈભવ...*
ના પૈસા ના પ્યારી,
ના સ્વાર્થના સંગાથી,
સતત વહે જ્યાં સ્નેહ ની સરવાણી.
*એજ મુજ વૈભવ...*
જોઈ કોઈનું દુઃખ,
તે અહર્નિશ જાગે.
જોઈ મુખડું જેનું, દુઃખ દૂર ભાગે.
*એજ મુજ વૈભવ...*
જેનો દીદાર કરવા ચાહે,
મુજ દિલડું આજે.
કવિ 'રાહ'ના ભેરુ હરહંમેશ આગે.
*એજ મુજ વૈભવ*
કર્તા-રાહ આહીર
(નવરાશ ની પળો માંથી)
તમામ જીગરજાન દોસ્તો ને સમર્પિત...