હરકોઈને સદાય ગમનારો હસતો ચહેરો.
પ્રસન્નતાને વ્યક્ત કરનારો હસતો ચહેરો.
ચિંતાગ્રસ્તવદન ના કોઈની હો પસંદગી,
મલકાટમાં હાસ્યનો ફુવારો હસતો ચહેરો.
રાજીપો અભિવ્યક્ત થતો પ્રસન્નતા મુખે,
મુખમુદ્રા દેહભાષા ઉચ્ચારો હસતો ચહેરો.
પરિસ્થિતિજન્ય ખુશી હરવખ્ત નથી હોતી,
ક્વચિત હોય નિજાનંદ સહારો હસતો ચહેરો.
જીવન જીવવાની ગુરૂચાવી મનનો આનંદ,
છૂપાયેલ હોય મનના વિચારો હસતો ચહેરો.
વાસ થાય છે પરમાત્માનો પ્રસન્નચિતમાં,
સૌને લાગતો સહજ પ્યારો હસતો ચહેરો.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.