આમ જુઓ તો…
આમ જુઓ તો, નદી વહેતી બે કાંઠે હોય છે,
પણ રણની તરસ છિપાવવા, ક્યાં સક્ષમ હોય છે?
આમ જુઓ તો, સાગર વિશાળ હોય છે,
પણ એનાં પેટાળમાં ઉતરવું, ક્યાં સહેલું હોય છે?
આમ જુઓ તો, કહેવાને સંબંધો અનેક હોય છે,
પણ જરૂરતનાં સમયમાં, પાસે ક્યાં અનેક જણ હોય છે?
આમ જુઓ તો, ચહેરાં બધાં ખુશખુશાલ હોય છે,
પણ દરેક ચહેરાંની વ્યથા, ક્યાં વંચાતી હોય છે?
આમ જુઓ તો, હૃદય લાગણીથી ભરેલું હોય છે,
પણ “ચાહત” થી જીવવાની કળા, બધામાં ક્યાં હોય છે??
💕ચાહત💕
(Neha Desai, NJ)