“ચાલને થોડીક જીદ કરીએ,”
“ચાલને થોડીક જીદ કરીએ,
એકમેકથી પ્રીત કરીએ,
ઝાલર વાગે મસ્જિદોમાં,
મંદિરોમાંય ઈદ કરીએ,
ચાલને થોડીક જીદ કરીએ,
અલ્લા સામે આરતી કરીએ,
ઈશ્વર આગળ બંદગી કરીએ,
ધરમ નામના ઢોંગ છોડીને,
મોજે દરિયા જિંદગી કરીએ
ચાલને થોડીક જીદ કરીએ...
સૌ મળીને નેક રહીએ,
ઈશ્વર અલ્લા એક કહીએ,
ભગવો મારો,લીલો તારો,
ઓછી ઠેકમ ઠેક કરીએ,
ચાલને થોડીક જીદ કરીએ....
સામે મળે સલામ કરીએ,
એકબીજાને રામ કરીએ,
સાથે મળીને સમસ્ત આપણે,
ભારત દેશનું નામ કરીએ,
ચાલને થોડીક જીદ કરીએ,
શૂરવીર જેવી રીત કરીએ,
માતૃભૂમિને જીત ધરીએ,
આંખ ઉઠાવે કોઈ આતંકી,
મારી મારીને ચીત કરીએ,
ચાલને થોડીક જીદ કરીએ...
ડૉ.કિશોર ઠક્કર,લોલાડા.
!
“ચાલને થોડીક જીદ કરીએ,
એકમેકથી પ્રીત કરીએ,
ઝાલર વાગે મસ્જિદોમાં,
મંદિરોમાંય ઈદ કરીએ,
ચાલને થોડીક જીદ કરીએ,
અલ્લા સામે આરતી કરીએ,
ઈશ્વર આગળ બંદગી કરીએ,
ધરમ નામના ઢોંગ છોડીને,
મોજે દરિયા જિંદગી કરીએ
ચાલને થોડીક જીદ કરીએ...
સૌ મળીને નેક રહીએ,
ઈશ્વર અલ્લા એક કહીએ,
ભગવો મારો,લીલો તારો,
ઓછી ઠેકમ ઠેક કરીએ,
ચાલને થોડીક જીદ કરીએ....
સામે મળે સલામ કરીએ,
એકબીજાને રામ કરીએ,
સાથે મળીને સમસ્ત આપણે,
ભારત દેશનું નામ કરીએ,
ચાલને થોડીક જીદ કરીએ,
શૂરવીર જેવી રીત કરીએ,
માતૃભૂમિને જીત ધરીએ,
આંખ ઉઠાવે કોઈ આતંકી,
મારી મારીને ચીત કરીએ,
ચાલને થોડીક જીદ કરીએ...
સૌજન્ય
ડૉ.કિશોર ઠક્કર,લોલાડા.