મારા શબ્દ ઉચ્ચારે વસો શ્રીહરિ.
મારા અર્થ વ્યવહારે વસો શ્રીહરિ.
રહી નયનને પ્રભુ પ્રતિક્ષા તમારી,
નૈનના એ પલકારે વસો શ્રીહરિ.
ધબકી રહ્યું ઉર તમારા સ્મરણે,
હૃદય તણા ધબકારે વસો શ્રીહરિ.
મન બની મર્કટ કૂદાકૂદ કરનારું,
મારા મનના વિચારે વસો શ્રીહરિ.
વેદના વિયોગની વસમી વિઠ્ઠલ,
મારી નૈન અશ્રુધારે વસો શ્રીહરિ.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.