"હળવાશ"
જીવન ભલે જીવાય પણ, હળવાશ હોવી જોઈએ,
ક્ષણમાં બધું છોડી શકો, હળવાશ હોવી જોઈએ.
જીવી શકું ઓજસ ભર્યું, જીવન સદા સર્જન થકી,
આનંદની ક્ષણ માણવા, નવરાશ હોવી જોઈએ.
આ જીવનમાં પ્રેમની, મીઠાશ હોવી જોઈએ,
હમસફર માટે પ્રીતની, લાલાશ હોવી જોઈએ.
જીવન રહે આ અલ્પ પણ, દર્પણ બનીને પ્રેમથી,
સંબંધમાં પણ શ્વાસની હળવાશ હોવી જોઈએ.
બિંદિયા જાની (તેજબિંદુ)