મળશે જ તું જરુર એટલી ખબર છે.
મારાં પ્રતિપગલે બસ તારી અસર છે.
ઉતાવળા હોય બહાવરાને ધીરગંભીર,
કદમ તારાં પડશે કદી એવી સબર છે.
જાળવી રાખું પાથેય જીવનસફર માર્ગે
હિંમત પણ અખૂટ મુજ હૈયે માતબર છે.
નથી જાતી એળે ઈબાદત કોઈની કદી,
હરિવર તારેય મારી ઝંખનાની કદર છે.
પરીક્ષાનો નથી વિષય, પ્રતિક્ષા રાખવાની,
શું કહું પ્રીતમ તારે તો સદા પ્રેમનગર છે.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.