ગુજરાતી રસધારા (પદ્ય) ગૃપમાં મારી રચનાને તૃતીય વિજેતા હરોળમાં સ્થાન આપવા બદલ નિર્ણાયક લક્ષ્મણભાઈ તરપદા જીનો ખૂબ ખૂબ આભાર 🙏 🙏 🙏
તથા ગૃપ એડમીનશ્રી તથા અન્ય સભ્યોનો ખૂબ ખૂબ આભાર 🙏 🙏 🙏 🙏
🌹🌹🌹 " તું " 🌹🌹🌹
પરોઢિયાની ભીની શબનમ એટલે તું;
આ હૃદયની સૂરીલી સરગમ એટલે તું;
આવે છે પછી જિંદગીના બધા સંબંધ,
ને સંબંધોમાં પહેલાં ને પ્રથમ એટલે તું;
છે જિંદગી એક નવી નવેલી દુલ્હન, ને!
દુલ્હનના ઝાંઝરની છમ છમ એટલે તું;
દુઃખોનાં કાળાં વાદળ માની લે જો મને,
તો, સુખોની વરસતી મોસમ એટલે તું;
દિલમાં તારી એવી એક તસ્વીર બની,
હસતું મૂખ, આંખોમાં શરમ એટલે તું;
મળ્યા છે ઘણાં ઘાવો મને જમાનાથી,
એ ઘાવો પર શીતળ મલમ એટલે તું;
આવ્યા ઘણાં મુશ્કેલ પડાવો જીવનમાં,
શરણ હરેક પડાવનું અંતિમ એટલે તું;
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર