Gujarati Quote in Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ.

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શીર્ષક - ધગશ

ધગશ આગળ વધવાની કદીએ કમ ન થઈ;
આવી મુસીબતો પણ અનેક, તો પણ ન થઈ;

પહાડ જેવી જિંદગી ને, છે પગલાં નાના નાના!
ઠોકરો લાગતી રૈ ઠેર ઠેર પણ પીછેહઠ ન થઈ;

મંજિલ જીવન તણી ભલે ના હોય આસાન,
ધગશ મેળવવાની ઓછી, એક કદમ ન થઈ;

નિશાન ચૂક માફ, પણ ન રાખ્યું નીચું નિશાન!
આંખ પક્ષીની એટલે પળભર ઓઝલ ન થઈ;

સાત સમંદર લાંધવા અઘરા તો નથી "વ્યોમ"
ધગશ શ્રીરામ નામની બસ, બજરંગ ન થઈ;


✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111869358
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now