જહાજો એ ડૂબાડી દીધાંના ને
તણખલાઓએ તારી દીધાંના દાખલા છે.
હસ્તી ક્યાં હતી એક રાજા આગળ એની છતાંય,
જાળ કાતરી ઉંદરે સિંહ છોડાવ્યાના દાખલા છે.
છો તાકતવર તમે પણ અન્યને કમજોર ના સમજો,
અહીં દોડમાં કાચબાએ સસલાને હરાવ્યાના દાખલા છે.
સાહ્યબી પડખાં ઘસે છે રાતભર રેશમી તળાઇઓમાં,
ને કાળી મજૂરી રસ્તાની કોરે ચેનથી સૂતાંના દાખલા છે.
દવાઓ બધી નાકામ થઈ ગઈ મરણપથારી પર,
ત્યારે કોઈની દુઆઓએ અસર દેખાડ્યાનાં દાખલા છે.
અમર ક્યાં રહે છે આ જગતમાં
કાયમ કોઈ
જેના જનમના દાખલા છે,
તેના મરણનાંય દાખલા છે...
💫