" તમારા પ્રતાપે "
( ગઝલ )
બધે ઓળખાયો તમારા પ્રતાપે.
નજરમાં છવાયો તમારા પ્રતાપે.
ઉપર આ નભે ખેંચતા સૌ ગયા છે;
જુઓ લઈ જવાયો તમારા પ્રતાપે.
ઘણી નામના મેળવી જિંદગીમાં;
ન ક્યારે ઘવાયો તમારા પ્રતાપે.
કે ખચકાટ ન રાખતો જીવ આપી;
હું સારો ગણાયો તમારા પ્રતાપે.
ઘડી મોતની આજ Bન્દાસ આવી;
કે ઉત્સવ મનાયો તમારા પ્રતાપે.
©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
મહેસાણા
છંદ : મુત્કારીબ = લ ગા ગા × ૦૪