લાગણી નો દરિયો અને પ્રેમ ની મૂર્તિ છે,
થોડી ચુલબુલી, થોડી નટ ખટ, થોડી નાદાન છે,
મારી દીકરી મારું સ્વાભિમાન છે.
જ્યાં ઈચ્છા હતી એક લીલા પાન ની અને ત્યાં
જિંદગી માં એ લાવી એક આખી વસંત છે,
એના આગમન એ ભર્યા જીવન માં અનેક સુંદર રંગ છે,
એની કાલી કાલી વાતો, એની પા પા પગલી, એની સાથે રમતા જાણે થયો નવો જનમ છે;
એના વગર હવે ના મારે દિવસ છે ના રાત છે,
કેમ કહું કે મારી દીકરી મારા માટે કેટલી ખાસ છે.
Happy women's day.