Gujarati Quote in Motivational by Tr.Anita Patel

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"વ્યક્તિત્વ"
-@nugami.
દીકરી જ્યારે નાની હોય ,
ત્યારે મા એને પોતાનો આકાર આપે છે.

એ મોટી થતી જાય છે,ત્યારે દીકરી અદ્દલ મા જેવી અથવા પિતા જેવી બનવા પ્રયત્ન કરે છે.

અભ્યાસ પૂર્ણ કરે છે,ત્યાર પછી એ પોતાની જાતને એક સફળ જીવન જીવવાનું કારણ બનાવવા પ્રયત્ન કરે છે.

જ્યારે પારકી થાપણ બને છે,ત્યારે પોતાના પતિમાં એક પિતા જેવી છત્રછાયા શોધે છે,અને પોતાના પતિના ઘર ને પોતાનું માની જાતને ઘસી કાઢવા તૈયાર થઈ જાય છે.

જ્યારે એ મા બને છે, ત્યારે પોતાની સુંદરતા છાપરે મૂકી, ઉદર પર ઉઝરડાંને પોતાના સંતાનનું પહેલું ચિત્ર માની ને તનમનથી સંતાન માટે જ પોતાનું જીવન જીવવા લાગે છે.....

જ્યારે આ બધી જ ચડતી પડતીમાં એનું અડધાથી વધારે જીવન જીવાય જાય છે,
ત્યારે એને એમ થાય છે કે,હું મારા માટે તો જીવી જ નથી!

તો એણે આપેલા જીવન પર્યંતના આ બધા ભોગને શું નામ આપવું?
આ બધા જ ભોગ ,એ માત્ર એના સ્નેહીજનોનાં મુખ પર આનંદ અવિરત વહેતો રહે એ માટે જ હોય છે.
એને પોતાનો વિચાર પછી આવે છે.
બાકી એને શ્વાસ લેવાની પણ નવરાશ ક્યાં હોય છે?
એના દરેક શ્વાસે ઘરના કામ, ઘરની જવાબદારીઓ રમતી હોય છે.
બધું જ હસતા મુખે સંભાળી લેવાની કળા છે એક સ્ત્રી પાસે.

લાગણીથી છલોછલ હૈયું ને , કાળજા કઠણ રાખીને જો જીવતા શીખવું હોય,તો એ માત્ર એક સફળ સ્ત્રી જ શીખવી શકે.

દરેક સ્ત્રી સફળ જીવન જીવે જ છે,બસ એનું મૂલ્યાંકન કોઈ બરાબર કરી શકતા નથી......

સ્ત્રી એક મકાન માંથી ઘર બનાવે છે, સંતાન ને સારું વ્યક્તિત્વ આપે છે.

સોળે કળાએ ખીલેલી સ્ત્રી જ્યાં પણ વસે છે ત્યાં બાગ બાગ થઈ જાય છે........

સ્ત્રી એટલે સંસ્કારોનું સિંચન કરી પોતાના બાળકને સારું વ્યક્તિત્વ આપી સંસ્કૃતિ સાથે અભિન્ન રીતે જોડી રાખવા પ્રયત્ન કરતી રહેતી એક શક્તિ....
જે શ્વાસ તો લે છે,પણ જીવે છે હંમેશા બીજા માટે ,
અને વળતર માં માત્ર ઈચ્છે છે ભરપૂર લાગણી, સન્માન અને પ્રેમ......
Woman is the subject of realization,
Not sympathy.
-@nugami.

Gujarati Motivational by Tr.Anita Patel : 111863533
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now