" દિલ સાફ કરતાં "
( ગઝલ )
દિલ સાફ કરતાં બોલી મને.
ફેલાવતા એ ખોલી મને.
શણગારતા દિલને પ્રેમથી;
કાપી બધેથી છોલી મને.
વાતો ઉમેરી કરતા રહ્યા;
શબ્દો ભરીને તોલી મને.
લોહી ચઢે રોજે એમને;
ખાધે જતાં બસ ફોલી મને.
Bન્દાસ ખુશ થઈને એ કરે;
વાતો બધાની ડોલી મને.
©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
મહેસાણા
છંદ : ગા ગા લ ગા + ગા ગા + ગા લ ગા