ખુશી ની પળ
"મમ્મી જો તો હીરાબા નું નિધન થયુ! ટીવી માં ન્યુઝ આવે છે! "
"નરેન્દ્રમોદી જેવા દીકરા હોય ને તો દરેક માઁ ને હરેક પળ ખુશી હોય! હીરાબા જીવન માં બધી ખુશી જોઈ ને ગયા. એના જીવન માં ઘણા પ્રોબ્લેમ પણ ફેસ કર્યા હશે પરંતુ મોટો વ્યક્તિ જે કંઈક સારા કામ કે પોતાનો બર્થડે હોય પહેલા માતાના આશીર્વાદ લેવા પહોંચી જતો હોય! તો હીરાબા જેવો ધન્ય આત્મા કોઈ ના કહેવાય! એમના આત્મા ને ભગવાન શાંતિ અર્પે. અત્યારે તો દીકરા માત્ર એકાદું કામ સારુ થાય એકાદું મકાન લઇ લે કે એકાદી પદવી પ્રાપ્ત કરી લે તો એના પાસે મળવા તો દૂર ફોન રિસીવ કરવા પણ સમય નથી."
આ સાંભળી ને દીકરો નોકરી માટે બહાર રહેતો બે વર્ષે માઁ ને મળવા આવેલો એ રડવા લાગે છે અને દર ત્રણ મહિને માઁ ને મળવા આવશે તેવું વચન આપે છે. અને એ માતા ને પણ ખુશી ના પળ માં ફેરવાય જાય છે.