મારે તો પ્રેમ નું નામ એટલે તું
હું મીરા કે રાધા તો નથી કે નથી
મારી એવી પાત્રતા પણ
મારા માટે પ્રેમ એટલે તું
હવે સંપૂર્ણ મારો થઈ જા
નહીં તો મને ભૂલી જા જેની
જિંદગી તારી સાથે બંધાણી
એને અધૂરી જિંદગી ના મળે
બસ મરતા પહેલા એક સાંજ
મારા નામે ઘણું કહેવું છે ને ઘણું
સાંભળવું છે
બસ મારા માટે પ્રેમ એટલે તુજ
રહીશ આજીવન..