મારા શ્વાસમાં તારુ નામ કોતર્યું,
દિલની ધડકનમાં રમતુ કર્યું,
હુ તને કેવી રીતે ભુલું.
તારી યાદમાં લખાઈ ગયુ.
મારા રોમરોમમાં તારો શ્વાસ મ્હેકે,
પળે પળે તારી યાદ ફરકે,
હુ તને કેવી રીતે ભૂલું.
તારી યાદમાં લખાઈ ગયુ.
મસ્ત મૌસમની હવામા તુ,
પવનના સૂસવાટામા તુ,
હુ તને કેવી રીતે ભૂલું.
તારી યાદમાં લખાઈ ગયુ.
વસંતની મદમસ્ત બહાર તુ,
પતઝડનો દુલાર તુ,
હુ તને કેવી રીતે ભુલું.
તારી યાદમાં લખાઈ ગયુ.
ફૂલોની ખુશ્બૂની રજકણ તુ,
મ્હેકતી સરગમ તું.
હુ તને કેવી રીતે ભૂલું.
તારી યાદમાં લખાઈ ગયુ.
""અમી ""
-અમી