રોજ સવારે હું નોકરી આવતાં જતાં બાબાના મંદિરે ભીડ જોઉં છું.ક્યારેક મનમાં સવાલ થાય છે કે બાબા મુસ્લિમ છે કે હીન્દુ?ઘણી જગ્યાએ મંદિર છે,પરંતુ મસ્જિદ જોઈ નથી.પ્રાર્થના થાય છે પરંતુ બાંગ પોકારાતી નથી.મુસ્લિમ બિરાદરો કદાચ આવાં મંદિરોમાં ભાગ્યેજ દેખાય છે.
શિર્ડી જોયું તો મોટા ભાગની દુકાનો હિંદુઓની છે.નાળિયેર,કંકુ,અગરબત્તીઘી દીવાથી આરતી થાય છે.
મનમાં થયું કે આવો ભેદ હું કેમ સમજું છું?
સદીઓ પહેલાં મહમંદ પાયગમ્બર સાહેબ થઇ ગયા.તેમણે કહેલું બાળક પ્રભુનું. પયગંબર છે.પયગામ એટલે સંદેશ.તો હીન્દુ મુસ્લિમ,ખ્રિસ્તી જેવા જ્ઞાતિના ભાગ કેમ? શાયદ ઓળખ માટે બરાબર છે.સંદેશ બધાંનો એક છે,છતાં લડાઈ શા માટે?કેમ આટલું ધાર્મિક જનૂન હશે?શા માટે લડાઈ?
બાબાનો ઉદેશ હતો.શ્રદ્ધા અને સબૂરી. ભગવાનમાં શ્રદ્ધા રાખો અને ધીરજ રાખો. ગીતામાં ભગવાન કૃષ્ણે કીધું છે કે તું તારું કર્તવ્ય નિભાવી જાણ હું ફળ આપવા બંધાયેલો છું.તારું કર્મ નીચ છે કે ઉચ્ચ તે તારે માથે ઢોળું છું.પરંતુ ફળ આપવા હું હમેશાં બંધાયેલો છું.ફળની આશા છોડ. જેવી કર્મની ગતિ તેવું ફળ જલદી આપીશ. સાંઈ બાબા અત્યંત ગરીબ દર્શાવાયા છે.એ ખુદ એવાં જ કપડાં ધારણ કર્યાં છે.કેમકે તેમાં બેઠેલા ભગવાનની ઓળખ છતી ન થઇ જાય.અને કર્મ કરી લોકોને સન્માર્ગે વાળવા તે તેનું પરમ કર્તવ્ય હતું તેમનો જન્મારો એટલા માટે જ હતો.તે કર્તવ્યમાં વિઘ્ન ન આવે તે માટે તેમણે વિવાહ કરી સંતાન પ્રાપ્તિની ખેવના નથી કરી.તેમણે અલ્લાહ ઈશ્વરની આરાધના કરી છે.તેમની ભક્તિ આગળ દંભીઓને ભોંઠા પડવું પડ્યું છે.તેઓ ભિક્ષા માગી ને જ ખાતા.જરૂરી ભોજન કરી બાકી કુતરાંને અસ્પી દેતા.જેમનું જીવન અતિ દરિદ્રતામાં વીતેલું છે.
આજે આ નગર હોટલ,વાડી મંદિર ક્ષેત્રે આર્થિક કેન્દ્ર બન્યું છે.શીરડી હવે જગવિખ્યાત બન્યું છે.જેની દરિદ્રતા માટે ઘર ઘર ભિક્ષા માગવા ભટકવું પડતું તેનું મંદિર સોના ચાંદીથી બનાવી દીધું છે. મહારાષ્ટ્ર રાજ્યના શિરડી ગામ સ્થિત આ મંદિર દરેક યાત્રી ત્યાં દર્શને જવાનું અને રોકાવાનું ચુકતો નથી.અત્યારે તો હવે શાનદાર હોટેલો અને મંદિર અતિ ભવ્યતાની ઝાંખી કરાવે છે.હું સને 1981 માં ગયો હતો. ત્યારે સાવ સાદું બાબાનું ઝૂંપડું હતું.જેટલા હીન્દુ દેવી દેવતાઓનાં મંદિર ભારતમાં છે,તેમાં આર્થિક અને દાન દક્ષિણામાં શિરડી અવવલ નંબર પર છે.દરેક ભારતીય અને વિદેશી સહેલાણીઓ ત્યાં જવા માટે અચૂક પ્રોગ્રામ બનાવે જ છે.સરકાર અને ટ્રસ્ટ તરફથી હવે જમવાથી માંડી રહેવા ટહેલવા અનેક સુવિધા ઉપલબ્ધ કરાવી છે.દરેક મોટી સિટીમાંથી ઓછામાં ઓછી એક બસની ટ્રીપ તો હોય જ છે.બાબા ગરીબ હતા,પરંતુ તેના નામે ટ્રસ્ટ આજે કરોડોમાં રમી રહ્યું છે.બાબાની પૂજા અર્ચન વ્યવસ્થા માટે હવે ટ્રસ્ટને નોકર,ચાકર રાખવા પડે છે.વિશાળ બજાર અને પ્રવાસીઓની અવર જવરથી આ નગરને પ્રથમ સ્વચ્છ બનાવવામાં નગરપાલિકાનો ખૂબ મોટો ફાળો છે.
આપણે પણ જયારે જઈએ ત્યારે હાથમાં રહેલી પાણીની બોટલ કે નાસ્તાના પડીકા જ્યાં ત્યાં ના ફેંકીએ તે ખૂબ જરૂરી છે. પ્રવાસ માટે જરૂરી સામાન સિવાય વધુ ભારેખમ ન લઇ જશો.હવે તો બધીજ જગ્યાએ બધીજ ચીજ વસ્તુઓ મળે છે.કોઈને નડવા સિવાય પોતાનાં સાધન વડે કે બસ વડે સુખદ યાત્રાનો આનંદ લઇ શકાય છે.
સાઈબાબામાં જે આત્મા ધબકતો હતો તે પરમાત્માનો જ અંશ છે.મારામાં જે આત્મા ધબકે છે તે પણ પરમાત્માનો જ અંશ છે.બાબાએ સારાં કામ કરી નિસ્વાર્થ ભાવે આ જગતને અલવિદા કરી દીધી.તે રીતે આપણા વાણી વર્તન અન્યને ના દુઃખ આપે તે દરેકે સમજવું જોઈએ. દરેક શિવનો જ અંશ છે.આ અનુભવવાની બાબત છે.
ધન્યવાદ.
- સવદાનજી મકવાણા (વાત્ત્સલ્ય )
તા :06/10/2022
#Saibaba