એટલાં પણ નારાજ ના થાવ કે
તમારી નારાજગી શ્વાસ રોકી દે.
એટલાં પણ નજર અંદાજ ના કરો,
અમારી ઓળખાણ પણ ભૂલાવી દે.
અમારો વાંક તો કહો અમને એકવાર
કયાંક આ ધડકન ધડકવાનું બંધ ના કરી દે.
આટલાં પણ નિષ્ઠુર ના બનો અમારી પર
કયાંક જિંદગી જીવવાની આશ ના મૂકી દે.
-Bhavna Chauhan