શીર્ષક - "કસોટી ઈશ્વરની"
કસોટી જિંદગીમાં ક્યાં ઓછી હોય છે?
એક પાર પાડો ત્યાં બીજી ઊભી હોય છે;
પ્રેમ જેને કરે આપે છે દુઃખ એને જ ઈશ્વર,
એમાં પણ કસોટી ઈશ્વરની થાતી હોય છે;
ઉપજાઉ જમીન પર તો ઊગે વિના પ્રયત્ને,
આત્મવિશ્વાસે રણમાં કુંપળ ઉગી હોય છે;
આપે છે રોજ નવા નવા જખ્મ આ જિંદગી,
વગર મલ્હમએ જિંદગી ગુજારવી હોય છે;
ઘડાતો રહે છે હથોડાની મારથી જે "વ્યોમ"
એરણ પર ચડવું એ ખરી કસોટી હોય છે;
...© વિનોદ.મો.સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર, રહે - આદિપુર.