Gujarati Quote in Book-Review by Komal Mehta

Book-Review quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પ્રેમ ની પરિભાષા ૪

અમેરિકા ગયા પછી માસી ગર્ભવતી થયા પણ માસી એ ગર્ભ રાખ્યું નહીં. કારણકે એ એમની શિવા નો પ્રેમ કોઈ ની સાથે શેર નથી કરવો. એમણે માતા શિવા એ બનાવી છે.કાકા ક્યારે ભારત આવ્યાં નહિ અને કોઈને ખબર હતી નહિ કે અમેલોકો ક્યાં રહીએ છે. ગયા વર્ષે માસી એટલે કે વીણા બેન પોતાની જિંદગી નાં છેલ્લા દિવસો ઘણી રહ્યાં હતા ત્યાં એમણે જણાવ્યું મને કે મારી કોઈ બેન છે એનું નામ ગૌરી છે. મારી માં અહીંયા ગુજરાત માં છે.

અને રોબી મને અહીંયા કાકા એ મોકલી છે પોતાની માં અને બહેન માટે, પણ મારી માં પોતાની યાદશક્તિ ભૂલી ગયા છે. અને ગૌરી ને યાદ કરે છે પણ ગૌરી ને હું ક્યાંથી પાછી લઈને આવું, ગૌરી ની મૃત્યું થયે આજે એક વર્ષ થઈ ગયું છે.

રોબી: તું પાગલ છે શું વાત કરે છે, અમે રોજ સવારે ગૌરી ને મળીએ છે. ગઈ કાલે તો ગૌરી એ મને પ્રપોઝ કરેલું.

શિવા: રોબી ગૌરી કંઈ રીતે હોઈ શકે એ નાં હોય શકે કોઈ એ મજાક કરી હશે તારા જોડે. તમે લોકો સ્કૂલ નાં દિવસ થી સાથે છો કદાચ એટલા માટે.

રોબી:no dear એ ગૌરી જ હતી.
શિવા : હાલ મારા જોડે ઘરે તને દેખાડું છું, આ જો ફોટો, આ જો ગૌરી નાં કપડાં. તો ગૌરી બનીને સવારે કોલેજ તું આવે છે શિવા.

શિવા: હા છેલ્લા એક વર્ષ થી હું ગૌરી નું અને મારું બંને નું જીવન જીવું છું. ગૌરી ને હું ક્યારેય મળી નાં શકી એનો અફસોસ છે

રોબી: પણ તું આ શા માટે કરે છે સ્વીટી !
શિવા : મમ્મી ની યાદ શક્તિ આવી જાય ત્યારે હું શિવા એમણે મળી શકીશ .

(શિવા એની માતા ને મદદ કરવા માટે ફાટક થી ગૌરી નાં રૂપ માં આવીને એણે ઘરે લઈ જાય છે. છેલ્લા એક મહિનાથી શિવા ગૌરી બનીને રહે છે. પણ વાત એ છે આખરે ગૌરી એ આત્મહત્યા કેમ કરી હશે.)

મીના : ગૌરી કાલે પેલો આવશે મને ડર લાગે છે તું એક કામ કર તું અહીંયા થી ક્યાંક ભાગી જા ,મને એનાથી ડર લાગે છે.

શિવા: મમ્મી હું છું તું નહિ ડર . હું સંભાળી લઈશ.

( ગૌરી ની ઉપર ખરાબ દ્રશી રાખનાર બચપન થી એની જોડે ખોટું કરનાર આખરે એ વ્યક્તિ કોણ હતો જેની શોધ શિવા કરી રહી છે.)

કોણ છે એ વ્યક્તિ જે દુનિયા સામે ગૌરી નાં ઘરનો રક્ષક બની ને બેસ્યો છે. કોણ છે એ વ્યક્તિ જેણે કારણે ગૌરી આત્મહત્યા કરી લીધી છે.

To be continued.....

Gujarati Book-Review by Komal Mehta : 111830366
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now