🌹સુપ્રભાત🌹
મારાં સ્વપ્નની તને વાત કરી દઉં તો?
દિવસમાંથી આજે રાત કરી દઉં તો?
આમ તો એકાંત ક્યાંય ન મળી શકતું,
ટોળાંમાંથી ટોળું બાકાત કરી દઉં તો?
તારા નામે દુનિયા મને ઓળખે છે હવે,
તારે હવાલે મારી જાત કરી દઉં તો?
વાર તહેવારે જ તું મળે એ તો કેમ ગમે,
એ દિવસ સાતેસાત કરી દઉં તો?
રચયિતા- જયદીપ નાણાંવટી
ન્યુ જર્સી,અમેરિકા
રચના: વર્ષ ૨૦૨૧