🌹સુપ્રભાત🌹
કવિતા "મારે આંગણે"

મારે આંગણે આવીને ફરકતી,
લાગે જાણે એ મનમાં મરકતી.

ટગર ટગર એ નિરખ્યા કરે,
આંખે એની કુતૂહલતા ચમકતી.

ઘર જાણી આવીને બેસે, પણ
જાઉં પાસે તો ડરીને લપકતી.

નાજૂક, ચંચળ, ચુલબુલી ખિસકોલી,
એને જોવા રોજ આંખ તરસતી.

રચના:- જયદીપ 🐿️

Gujarati Poem by Dr. Bhairavsinh Raol : 111827814

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now