એવુ પણ બને.
મારો પ્રસંગ હોય ને હું ખુશ ના હોવ એવું પણ બને,
ગાંઠ છૂટે અને માણસ મરે એવું પણ બને.
મુખ હસે અને આંખ રડે એવું પણ બને,
દિલના ઘાવ કોઈ ના જાણે એવું પણ બને.
રસ્તાના કાંટા ના લાગે એવું પણ બને,
અને ફૂલમાંથી તક્ષક નીકળે એવું પણ બને.
મારી બરાબરીમાં કોઈ ના હોય એવું પણ બને,
અને આ ઘરમાંથી સાપ નીકળે એવું પણ.
ઓળખનાર પણ અજાણ થાય એવું પણ બને,
અને પારકામાંથી પોતાના નીકળે એવું પણ બને.