મેં ભગવાનને પ્રાર્થના કરી,
હે ઇશ્વર, કંટાળી ગયો છું જીંદગીથી,
મને એવી જગ્યાએ લઈ જા કે જ્યાં હું ચેનથી સુઈ શકું, મને કોઈ જ ટેન્શન ના રહે (મારી મારા કરતાં પણ વધારે ચિંતા કરવા વાળુ કોઈ હોય) , હું 100% safe હોઉં અને હા મારે એક પણ પૈસો ચૂકવવાનો ના હોય..
ભગવાને સ્મિત કર્યું, તથાસ્તુ કહ્યું અને આંખ બંધ કરીને ખોલવાનું કીધું..
આંખ ખોલીને જોયું તો હું *માના ખોળામા હતો*..
માના ખોળા સિવાય આવી કોઈ જગ્યા હોય તો મને જણાવશો..
#priten 'screation#