ગઝલ
આંખમાં છલકાય દરિયો યાદનો,
કેમ રે મલકાય દરિયો યાદનો?
લો કરે ઉપહાસ સઘળું જગ વળી,
બહુ પછી હરખાય દરિયો યાદનો.
મોજ આલિંગી કિનારાને રહે,
જોઈને શરમાય દરિયો યાદનો.
કૂદતી આવે નદી મળવા તને,
રાહમાં પથરાય દરિયો યાદનો.
સાવ તો નિર્લેપ 'ઊર્મિ' ક્યાં મળે,
મોહમાં ભરમાય દરિયો યાદનો.
મંજુલા ગજકંધ ઘેલા 'ઊર્મિ'