એક ટપકતું આંસુ,
આંખ માંથી નદીની જેમ વહી જતું.!
સુખ દુઃખ ના વેહતા ઝરણાવો વચ્ચે થી, વાયા મધ દરીએ થઈ વિસરી જતું.! એક ટપકતું આંસુ..!
કાચી પાકી ઊંઘ વચ્ચે એ.!
સ્વપ્ન બની ને ટપકતું.!
ક્યારેક અધુરી નિંદરને જગાડીને,
પરપોટો બની ને ફુટી જતું.! એક ટપકતું આંસુ..!
હુસા તુસી ને મારા મારીમા,
ક્યારેક પ્રેમ ભર્યું સ્પર્શી જતું.!
નાની નાની વાતો થી આંખો માં વિસરાઈ જતું..!
એક ટપકતું આંસુ..!
મોટા મોટા સ્વપ્નો બતાવીને,
ખાલી ખીચું કરીને જતું રહેતું.!
"સ્વયમ'ભુ"મીઠી નિંદર માંથી જગાડીને,
પોતે સ્વપ્ન બનીને પોઢી જતું..!
એક ટપકતું આંસુ..!
આંખ માંથી નદીની જેમ વહી જતું
-અશ્વિન રાઠોડ - સ્વયમ’ભુ