વાજ આવી ગયેલ હું
સાંપ્રત જીવન શુષ્કતાથી ,
આવ્યો છું તુજ શરણમાં
હે મનોકલ્પના !
દેતી સ્વપ્ન સુખ અનેરું તું ,
દઈ મુક્તતા , વિમુક્તતા ,
દગ્ધતી ,
પરમ પીડક વાસ્તવિકતાથી ,
પલભર કાજે ય ,ખરે !
હો ભલે આભાસી તું
પરમ સત્યમાં !
- રંતિદેવ વિ. ત્રિવેદી ' રવિ '
૧૨ - ૦૭ - ' ૨૨
“ ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઇ જા
અસત્યો માંહેથી પરમ સત્યે તું લઇ જા 🙏🏻”