*ખૂણો બોલે છે*.
ક્યાં સુધી ખૂણામાં પડ્યો રહીશ તું,
આળસ મરડી ઊભો થા તું , તો આગળ વધતો રહીશ તું.
ક્યાં સુધી ખૂણામાં બેસી બંધ બે બાજુ જોતો રહીશ તું,
હજુ ખુલ્લી બે બાજુ તરફ જોઈલે તો રસ્તે ચાલી જઈશ તું.
ઉદાસીના વાદળને વિખેરી નાખ તું,
મસ્તીની મૌસમને ઓળખી જા તું,
બહારની રંગીન દુનિયામાં એક નજર નાંખ તું,
સપ્તરંગી સૃષ્ટી જોઈ રંગાઈ જઈશ તું.
મનમંદિરમાં ઉત્સાહમાં અનેરા કિરણોને એકવાર તો આવવા દે તું.
ત્યારે તારી અંદરની શક્તિને જાણી જઈશ તું.
પૂછી જો પંખીડાને કલરવ કેમ કરે તું,
કાયમ મોજમાં રહેતા શીખી જઈશ તું.
હતાશા નાં ઓછાયા ઉપર ક્યાં સુધી ઊભો રહીશ તું,
જગાડ તારા જુસ્સાને "દીપ" ચોક્કસ સફળ થઈશ તું.
દીપિકા ચાવડા " તાપસી "