Gujarati Quote in Motivational by Tr Mrs Snehal Rajan Jani

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજે મળેલ એક ખૂબ જ સરસ મેસેજ:-

મિત્રો જીવનમાં કોઈ બાબત કાયમ માટે પકડી ન રાખવી , તો ચાલો કઈ બાબતો છોડી દઈએ તેની નાનકડી સફર પર. આશા છે કે હરેક ને આ ગમશે........

*● છોડી દેવુ..●*

કોઈને એકાદ બે વાર
સમજાવવું,
કહીએ, પણ ના સમજે તો ફરી ફરી સમજાવવાનું ...
*છોડી દેવુ..*

છોકરાઓ મોટા થઈ પોતાના નિર્ણય લેતા થાય,
તો એમને કંઈક કહ્યા કરવાનું...
*છોડી દેવુ*

થોડા જ લોકો સાથે ઋણાનુંબંધ હોય છે.
એકાદ માણસ સાથે *ના*
જામે તો.......
*છોડી દેવું*

આપણા હાથમાં કાંઈ નથી એ અનુભવે સમજાય છે,
ભાવિ ની ચિંતા કરવાનું...
*છોડી દેવુ*

ઈચ્છાઓ અને ક્ષમતા
વચ્ચે વધુ અંતર થવા લાગે,
તો અપેક્ષાઓનો બોજો લઈ ફરવાનું....
*છોડી દેવુ*

પ્રત્યેકના જીવનનું ચરિત્ર, ક્ષમતા, સંવેદના બઘુ જ અલગ જ હોય છે,
તેથી તુલના કરવાનું...
*છોડી દેવુ*

જીવન અનુભવોનો ખજાનો છે,
આખી જીંદગી નાહકનો બોજ લેવાનું...
*છોડી દેવુ*

પાસે છે એ પુરતું જ છે,
વધુ મેળવવાની લાહ્યમાં
ચારેકોર ઝાવા મારવાનું
*છોડી દેવુ*

સમજાય તો ઠીક છે,
બાકી આ લખેલી વાત
વિશે ઝાઝું વિચારવાનું...
*છોડી દેવુ*

જાતે સુધારવાનુ શરૂ કરવું,
બીજા સુધરી જશે એવી
કોઇ અપેક્ષા રાખવાનું...
*છોડી દેવુ*

હું જ બધું કરૂં છું અને
મારા વિના કાંઈ થાય એમ નથી,
એવા ભ્રમમાં રહેવાનું....
*છોડી દેવુ*

સમયે ગરજ પડ્યે ગધેડાને પણ બાપ કહેવો પડે છે,
મારે કોઈની જરૂર નથી
એવા ગુમાનમાં રહેવાનું..
*છોડી દેવુ*

આજે તમારો દિવસ છે કાલે
ના પણ હોય
માટે વાતે વાતે બીજાનું અપમાન કરવાનું.....
*છોડી દેવુ*
●●●●●●●●●●●●●

Gujarati Motivational by Tr Mrs Snehal Rajan Jani : 111816187
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now