શીર્ષક - " વ્યથાની કથા કહું કોને? "
કહી દો પવનને મહેક એની લાવે ના;
ચાલ્યાં ગયાં, તે હવે પાછાં આવે ના;
યાદો ક્યાં છોડે અમને એકલાં? ત્યાં!
સપનામાં આવીને આમ ભરમાવે ના;
અરે ઓ મેઘા મન મૂકીને તું વરસી જા,
એકે રાખ્યાં તરસ્યાં ને તુંય ભીંજાવે ના;
દિલની વ્યથાની કથા, અહીંયાં કહું કોને?
રોજ કહું ધબકારને હવે વધુ સતાવે ના;
અમાસની અંધારી રાત સરીખું છે જીવન,
ચાંદને છોડો "વ્યોમ", તારા ઝગમગાવે ના!
...© વિનોદ.મો.સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર, રહે - આદિપુર (કચ્છ).