Gujarati Quote in Poem by Bhargav Jagad

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હસતાં ચહેરાની પાછળ છૂપાયેલું રહસ્ય કોઈ જાણી શક્યા નહીં,
સુંદર ચહેરાના પાછળનો ડરામણો ચહેરો કોઈ જોઈ શક્યા નહીં...

સચ્ચાઈને જોઈને પણ બધાએ નજરઅંદાજ કરી દીધી,
મનમાં ને મનમાં બધું રાખ્યું કોઈને પણ કહી શક્યા નહીં.....

લોકો શું કહેશે એમ વિચારીને બધું ચૂપચાપ સાંભળ્યા કર્યું,
જવાબ તો આવડે પણ સમય આવ્યો ત્યારે બોલી શક્યા નહીં....

એ ડરામણો ચહેરાની યાદ આવતાં ગભરાઈ જવાય છે,
પોતાના લોકોની સાથે પણ ઘરમાં શાંતિથી રહી શક્યા નહીં....

ક્યારે આ બધું ભૂલીને જીવનમાં આગળ વધી શકાશે,
મનમાં ચાલતી ગડમથલ ને લીધે અનમોલ ક્ષણને માણી શક્યા નહીં...

-Bhargav Jagad

Gujarati Poem by Bhargav Jagad : 111815561
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now