Thinking...
તમે કોઈ ની મદદ કરો છો ત્યારે સામેવાળી વ્યકિત તમારો આભાર માને ત્યારે તમને કેવું લાગે??
કોઈ નાના ગરીબ બાળક ને ખવરાવો ત્યારે એ ગરીબ બાળક તમારો આભાર માને ત્યારે તમને કેવું લાગે??
તમે કોઈ પણ જગ્યાએ નોકરી કરતા હોવ અને તમારું કામ તમારા બોસ ને સારું લાગે ત્યારે તમારો બૉસ તમારો આભાર માને ત્યારે તમને કેવું લાગે??
મારો વિચાર તો એ છે જેને હું મદદ કરું છું કોઈ ગરીબ બાળક હોય કે કોઈ અજાણ્યો માણસ હોય એ મારો આભાર માને એ મને નથી ગમતું પણ હું એમને એટલું જ કહું છું કે આ મારી ફરજ (લાગણીઓ) છે જે હું નિભાવું છું એના માટે આભાર ની જરૂર નથી, પણ જે લોકોને તમે મદદ કરો છો એ તમારો આભાર એટલા માટે માને છે કેમ કે એમને તમે જે મદદ કરી એનાથી એ ખુશ છે ,
Humanity first for me..
મારો વિચાર મે તમારી સામે રજૂ કર્યો છે.
બધા લોકો ના અલગ અલગ વિચાર હોય છે.
તમારો વિચાર શું છે એ જરૂર કૉમેન્ટ માં લખજો 🙏🙏