છોડ ને આ સફેદ વાળની ચિંતા..
કોઈ તો હશે જે તારા કપાળની બિંદી પર મરતું હશે..!
છોડ ને આ વધતાં વજનની ફિકર..
કોઈ તો હશે જે તારા ખૂબસૂરત દિલ પર મરતું હશે..!
છોડ ને આ ચહેરા પરની કરચલીની ચિંતા..
કોઈ તો હશે જે તારા હોઠોની મુસ્કાન પર મરતું હશે..!
તું એ જ કર જેનાથી તને ખુશી મળે..
કોઈ તો હશે જે તારી ખુશીયો પર મરતું હશે..