Gujarati Quote in Motivational by JIRARA

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

In the following there is no mention or reference to wealth, costly costume and ornaments, and any other costly things!!!
***
Each is a plain truth expression of simple events of happiness.
***
*_" આનંદમ્ પરમ સુખમ્ "_*

_એક ગ્રુપમાં દર મહિનાનાં પહેલા_ _શનિવારે એક વિષય નક્કી કરી,_
_એ વિષય પર પોતાના વિચારો_ *_માઇક્રોફિક્શન_* _અર્થાત્_ *_બને એટલા ઓછા શબ્દોમાં_*, _પોતાની વાત ચોટદાર રીતે લખીને પોસ્ટ કરવાનું રહેતું હતું ._

_આ વખતે વિષય હતો ;_
*_" આનંદમ્ પરમ સુખમ "_*

_બધાએ_ *_" આનંદમ્ પરમ સુખમ "_* _પર પોતાના વિચારો_ *_માઇક્રોફિક્શન_* _માં રજૂ કરવાનું શરૂ કર્યું . . ._

👴_એક આધેડ ઉંમરના કાકા બોલ્યા :_
_" ઘરે પહોંચું ત્યારે,_
_ઓછું જોઈ શકતી મારી વૃદ્ધ મા, મારી આહટ ઓળખીને કહે આવી ગયો દીકરા , , ,_
_એટલે મારે મન . . ._
*_" આનંદમ્ પરમ સુખમ "_*

👦_એક યુવાન બોલ્યો :
_કંઈ વાંધો નહિં, બીજી નોકરી મળી જશે, કહેતો, પત્નીનો હિંમત આપતો અવાજ એટલે . . ._
*_" આનંદમ્ પરમ સુખમ "_*

‍👨🏾‍🍼_એક પિતાએ કહ્યું : કંઈ જ_ _કહ્યા વિના, બધું સમજી જતું સંતાન એટલે . . ._
*_" આનંદમ્ પરમ સુખમ "_*

‍👨🏻‍💼 _એક ભાઈએ કહ્યું : રોજ ઈશ્વર સમક્ષ, કોઈ માગણી વિનાની પ્રાર્થના એટલે . . ._
*_" આનંદમ્ પરમ સુખમ "_*

👩 _એક કાકીએ કહ્યું : રોજ જમતી વખતે આ પ્રભુકૃપા જ છે,_ _એનો અહેસાસ એટલે . . ._
*_" આનંદમ્ પરમ સુખમ "_*

👨 _એક કાકા બોલ્યા : વહેલી સવારે મૉર્નિંગ વૉક પર પાછળથી ધબ્બો મારી,_
_અલ્યા રસીકયા . . . કહી વર્ષો_ _પછી મળનાર જૂનો મિત્ર એટલે . . ._
*_" આનંદમ્ પરમ સુખમ "_*

_તો બીજા કાકાએ કહ્યું : સાસરે ગયેલી દીકરીની ખોટ પૂરી દેતી,_ _વહુનો મીઠો રણકો એટલે . . ._
*_" આનંદમ્ પરમ સુખમ "_*

👳_એક દાદા બોલ્યા : પૌત્રના_ _સ્વરૂપમાં મળી જતો, એક નવો મિત્ર એટલે . . ._
*_" આનંદમ્ પરમ સુખમ "_*

👩🏻‍🦱 _એક યુવતી બોલી : ઓફિસેથી ઘરે પહોંચતાં જ, સાસુમાએ આપેલો પાણીનો ગ્લાસ એટલે . . ._
*_" આનંદમ્ પરમ સુખમ "_*

👩‍⚖ _એક મહિલાએ કહ્યું : થાકી_ _ગયાં હોઈએ , ત્યારે વહાલથી_ _પતિનું કહેવું, કોઈ એક વસ્તુ બનાવ, ચાલશે, એટલે . . ._
*_" આનંદમ્ પરમ સુખમ "_*

_છેલ્લે છેલ્લે મેં કહ્યું :_
_તમારા જેવા મિત્રો સાથે, વાતો_ _કરતાં કરતાં જે આનંદ આવે એટલે . . ._
*_" આનંદમ્ પરમ સુખમ "_*

_આ બધાં_ *_" આનંદમ્ પરમ સુખમ "_* _ની વાતોમાં ક્યાંય *_પૈસા, મોંઘાં વસ્ત્રો કે દાગીના કે અન્ય કોઈ મોંઘીદાટ ચીજો_* _નથી, એ ધ્યાનથી જોજો અને આવી કેટલીયે_ *_" આનંદમ્ પરમ સુખમ "_* _ની ક્ષણો તમારી પાસે છે, એ તપાસી_ *_ઈશ્વર_*_નો આભાર ચોક્કસ માનજો_ .
***
The author of the above is unknown to me.
*****

Gujarati Motivational by JIRARA : 111810981
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now