ઉઘાડી રાખજો બારી.
દુ:ખી કે દર્દી કે કોઇ ભૂલેલા માર્ગવાળાને
વિસામો આપવા ઘરની ઉઘાડી રાખજો બારી.
ગરીબની દાદસાંભળવા,અવરના દુ:ખને દળવા,
તમારાં કર્ણનેત્રોની, ઉઘાડી રાખજો બારી.
પ્રણયનો વાયરો વાવા, કુછંદી દુષ્ટ વા જાવા,
તમારા શુદ્ધ હૃદયોની , ઉઘાડી રાખજો બારી.
થયેલા દુષ્ટ કર્મોની, છૂટા જંજીરથી થાવા,
જરા સત્યકર્મની નાની, ઉઘાડી રાખજો બારી.
.........સર પ્રભાશંકર પટ્ટણી.