હૈ કૃષ્ણ તમારી ભક્તિ એજ મારું કામ છે,
હૈ કૃષ્ણ મારાં મોઢામાં તમારું જ નામ છે...
હૈ કૃષ્ણ તારું આખું જીવન બધાં માટે પ્રેરણાદાયક છે,
હૈ કૃષ્ણ સૌ કોઈને વ્હાલું લાગે એવું તમારું ધામ છે...
જેમ વાદળો વગર આ આકાશ સૂનું છે,
એમ કૃષ્ણની કૃપા વગર આ જીવન અધૂરું છે...
બીજાને શો દોષ આપવો જો કર્મો હોય આપણાં કાળા,
શું કરે એમાં ભગવાન કૃષ્ણ પણ ,ભોગવું તો પડે જ વ્હાલા....
થોડા રૂપિયા આવી જાય એટલે તો બધાને આવી જાય છે અભિમાન,
હૈ કૃષ્ણ તારા પરની અતુટ શ્રદ્ધા એ જ મારું જીવનનું છે સ્વાભિમાન....
હૈ કૃષ્ણ તું જ મારો શ્વાસ, વિશ્વાસ અને જીવનની ચાહ છે,
તારા વગર જીવનની કલ્પના કરવી એ તો મારા માટે આહ છે...
-Bhargav Jagad