શિક્ષક- ક્લાસમાં જાગૃતિ લાવવા શું કરવું જોઇએ?
ભૂરો - જાગૃતિ ના પપ્પા મગનકાકા જોડે વાત કરવી પડે.😀
*કેટલાક લોકો મંદિરની બહારથી રસ્તે જતા ચાલુ વાહન ઉપર જ ભગવાન ના દર્શન કરી લે...* *તેને "માર્ગદર્શન" કહેવાય.😀
અમે ગુજરાતી કોઈ ની પર ભરોશો કરતા નથી ...
કોઈ સુઈ ગયું હોય તો એને પણ ઉઠાડી ને પુછી લઈએ ...
ભાઈ સુઈ ગયો હતો ??? 😀
બપોરે પ્રેમ થી પીરસાયેલા *ભાત* ને ,જ્યારે તમે *ના* પાડો છો,
ત્યારે, અજાણતા જ તમે સાંજ માટે *વઘારેલા ભાત* ને *હા* પાડો છો...😀
'સત્ય ના પ્રયોગો' માંથી...
પપ્પા : સારું ભણ, વ્યવસ્થિત ભણ, મોટો થા, સુંદર, સુશીલ પત્ની મળશે !
છોકરો: તમારા ટાઈમ માં આવી સ્કીમ નહોતી ?
મમ્મીએ એવો ધીબેટી કાઢ્યો, એવો ધીબેટી કાઢ્યો કે ના પૂછો વાત...😀
જીવનમાં યોગ્ય પાત્ર મળી જાય તો રોજ 'વેલેન્ટાઈન ડે'.
આળસુ પાત્ર મળે તો 'લેબર ડે'.
અપરિપક્વ પાત્ર મળે તો 'ચાઈલ્ડ ડે'.
પરિપક્વ પાત્ર મળે તો 'મધર્સ ડે'.
અને પાત્ર ન મળે તો...
રોજ 'ઇન્ડિપેન્ડન્સ ડે'... 😀
અમદાવાદી : અલ્યા જીવલા, કાશ્મીર માં *શીકારા ( બોટ )* લઈએ તો હાઉસીંગ લોન લેવી કે ,
વ્હિકલ લોન લેવી ...!!!??? 😀
પત્ની : આપણો સંસાર સુખેથી ચાલે એટલે હું એકાદશી રહું છું, બીજ રહું છું, પૂનમ રહું છું, જન્માષ્ટમી રહું છું, રામનવમી રહું છું, વડસાવિત્રી રહુ છુ, નવરાત્રી રહુ છુ...
પતિ : એમાં શું થઈ ગયું.?
પત્ની : તમે શું રહો છો, બોલો!
પતિ : હું રહું છું એ તું ના રહી શકે...
પત્ની : એવું તો તમે શું રહો છો જે હું ના રહી શકું, બોલો .?
પતિ : *હું 'મૂંગો' રહું છું...*😄
*"એક્કેય 'ગાંડા'ને કોરોનો થયો?*
*બેફામ, માસ્ક પહેર્યાં વગર ફરે છે"*.
આવો એક સગા નો મેસેજ આવ્યો.
તો મેં રિપ્લાય આપ્યો : *છતાંય 'તમારે' ઘ્યાન રાખવું*...
તો મને બ્લોક કરી દીધો બોલો...😀
*સાૈથી હોશિયાર માણસ એ છે...*
જે ટોઇલેટમા બેસતા પહેલા નળ ચાલુ કરીને જોઇ લે કે પાણી આવે છે કે નહી...
બાકી સાયન્સ-કોમર્સ તો ઠીક છે મારા ભાઈ ...😀
પતિ: આજે યુ ટ્યુબ પરથી શીખ્યો છું. તારા કોઈ સગાને હાર્ટ, કીડની કે ફેફસાનું ઓપરેશન કરાવવું હોય તો કહેજે. હુ કરી આપીશ.
પત્ની: એવા ખોટા અખતરા નો કરતા. એમ વીડીયો જોયે કાંઇ નો આવડે હો!
પતિ: તો તુ શેની કુકિંગ શૉ જોઈને રોજ મંડાણી હોય છે?😀
પત્ની :- મારું ટોટલ બોડી ચેકઅપ કરાવ્યું... તો પણ શું બીમારી છે ખબર જ નથી પડતી...
પતિ :- હવે તો એકજ ઉપાય છે... "પોસ્ટમોર્ટમ" કરાવીએ...!!
😀
પત્ની: સાંજે બાંકડે કોની સાથે બેઠા'તા ??
બહેન હતી કે ગર્લફ્રેન્ડ...?
પતિનો નિર્દોષ જવાબ : "એણે" હજી કઈ કીધું નથી..!😀
છત્રી ભલે લેડીઝ હોય પણ વાવાઝોડામાં એ ''કાગડો" જ થાય "કાગડી" નો થાય... 😀
એક મોટું અચરજ...
ઘેર પીઝા મંગાવે ને ,
બહારગામ થેપલાં લઇ જાય...
અમે ભાઇ 'ગુજરાતી'.!😀
લગન કરેલા માણસ ને અડજેસ્ટમેન્ટ ની એટલી આદત પડી ગઈ હોય છે કે ,... ઘરવાળી પિયર ગઈ હોય તો ય ડબલ બેડ ના એક ખૂણામાં જ ટુટીયું વાળીને પડ્યો હોય... 😀